મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, લાલપર પાસે એક ટ્રેલર અને આઇસર વચ્ચે અકસ્માત થયો હતો. આ બંને વાહનો વચ્ચે એક્સીડન્ટ થતા હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેનાથી ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા અંગેની વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ અકસ્માતને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AccidentNews #Lalpar #NationalHighway #TrafficJam #HighwayAccident #GujaratNews