ધોરણ-8 પછીના વિદ્યાર્થીઓ માટે વેકેશનનો સદુપયોગ કરી ટેકનોલોજી અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવાની ઉત્તમ તક: 13 થી વધુ ક્ષેત્રોની તાલીમ અને સત્તાવાર પ્રમાણપત્ર અપાશેમોરબી : ઉનાળુ વેકેશન દરમિયાન મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાના સમયનો સદુપયોગ કરી ભવિષ્યની અત્યાધુનિક ટેકનોલોજી અને કૌશલ્યોથી માહિતગાર થાય તેવા આશયથી મોરબી જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આગામી તારીખ 29/05/2026 થી બે દિવસ માટેના ‘તદ્દન ફ્રી’ સમર સ્કિલ વર્કશોપનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ તથા માળિયા મિયાણા (પીપળીયા ચાર રસ્તા) ખાતે આયોજિત આ વર્કશોપમાં શાળાના ધોરણ-8 પછીના વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. બે દિવસ દરમિયાન રોજના 5 કલાક લેખે કુલ 10 કલાકના આ સઘન વર્કશોપમાં વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.વર્કશોપમાં શીખવવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ અને કૌશલ્યો:• ઇલેક્ટ્રિકલ: ઘરેલુ વપરાશની ઇલેક્ટ્રિક સર્કિટ, સાધનો અને વીજ કાર્ય કરતી વખતે રાખવાની અગત્યની સલામતી, સીલિંગ ફેનનું સંપૂર્ણ મિકેનિઝમ, રેગ્યુલેટરની પાછળનું વિજ્ઞાન, LED લાઇટ, ફ્યુઝ, MCB અને રિલેનું લાઈવ કાર્ય, સીરીઝ-પેરેલલ કનેક્શન તથા જાતે એક્સ્ટેન્શન બોર્ડ બનાવવાની રીત.• કમ્પ્યુટર અને નવી ટેકનોલોજી: 3D પ્રિન્ટીંગનો પરિચય, પ્રકાશ/શેડનો ખ્યાલ અને પિકસેલના કદ બદલવાની સમજૂતી, એક્સેલની પાયાની સમજ, પાયવોટ ટેબલ, ચાર્ટ્સ અને જરૂરી મેથેમેટિકલ ફોર્મ્યુલા.• મિકેનિકલ અને પ્લમ્બિંગ: લેસર કટીંગ, ડ્રિલિંગ અને લેથ ઓપરેશન સહિત કટીંગ મિકેનિક્સ, PVC પાઇપના નવતર ઉપયોગથી મ્યુઝિકલ ટ્રમ્પેટ બનાવવું, પ્લમ્બિંગમાં વાલ્વ, વોશર અને લીકેજ રીપેર કરવાની બેઝિક સમજ.• ઓટોમોબાઈલ: પેટ્રોલ-ડીઝલ એન્જિનનું વર્કિંગ મોડેલ, એક્સલેટર, બ્રેક સિસ્ટમ અને વ્હીલ એલાઈનમેન્ટની પ્રક્રિયા.• ઇલેક્ટ્રોનિક્સ અને ફેબ્રિકેશન: વેલ્ડિંગ રોડ પકડવાની અને સિંગલ રોડ વેલ્ડિંગની પ્રાયોગિક સમજ, ઈલેક્ટ્રોનિક સર્કિટ, સેમિકંડક્ટર, PCB બોર્ડ અને સોલ્ડરિંગનો પ્રાથમિક પરિચય.• કોસ્મેટોલોજી અને અન્ય: સિવણ ક્લાસનો ઘરેલુ ઉપયોગ તથા તેની થીયરી, મહેંદીની અદ્યતન ડિઝાઈનો, આઇબ્રો અને ફેસ પેક જાતે બનાવવાની ટિપ્સ.આ ઉપરાંત, સંસ્થા ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર કમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન, ડ્રાફટ્સમેન સિવિલ, સર્વેયર, ઓટોમોબાઇલ, સુઇંગ ટેક્નોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ કોસ્મેટોલોજી જેવા 13 થી વધુ વિવિધ ટેકનિકલ સેક્ટરોનું પાયાનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ ઉમેદવારોને સંસ્થા દ્વારા સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.સંપર્ક માહિતી:સમર સ્કિલ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ઉત્સુક ઉમેદવારોએ પોતાની નજીકની સરકારી આઈ.ટી.આઈ.નો રૂબરૂ સંપર્ક કરવા અથવા કચેરી સમય દરમિયાન નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.• આઈ.ટી.આઈ. મોરબી: 8320169599, 9325954022• આઈ.ટી.આઈ. હળવદ: 8128284007• આઈ.ટી.આઈ. ટંકારા: 9724816118• આઈ.ટી.આઈ. માળિયા મિયાણા: 9624376133• આઈ.ટી.આઈ. વાંકાનેર: 9898111235#Morbi #MorbiUpdates #ITI #SummerWorkshop #SkillDevelopment #FreeTraining #Gujarat #Education #Technology #CareerGuidance