તારીખ 28 થી 30 મે સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા અપીલવાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારીઓ અને દલાલો માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આગામી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સતત ત્રણ દિવસ સુધી રજા જાહેર કરવામાં આવી છે.યાર્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, તારીખ 28/5/2026 ને ગુરુવારથી લઈને તારીખ 30/5/2026 ને શનિવાર સુધી ઈદની રજા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. આથી તમામ સંબંધકર્તા ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તથા દલાલ ભાઈઓને આ દિવસો દરમિયાન યાર્ડની કામગીરી બંધ રહેવાની હોવાથી તેની ખાસ નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Wankaner #WankanerMarketingYard #EidHolidays #Farmers #Traders #MorbiNews #GujaratNews