સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા, દંડક તરીકે જયેશભાઇ દેસાઈ, શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા : હાઇકમાન્ડે સૌને ચોંકાવ્યા : જેનું નામ જ ચર્ચામાં ન હતું તેના શિરે તાજ સોપાયોમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ મેયર કોણ બનશે તે અંગે ચાલી રહેલી આતુરતા અને અટકળોનો અંત આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નં. 8 ના ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં.6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા નિમાયા છે. દંડક તરીકે જયેશભાઇ દેસાઈ અને શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા છે. બે જૂથો વચ્ચેની ખેંચતાણ વચ્ચે ત્રીજું જ નામ ફાઇનલમોરબીમાં મેયર પદ મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી મુખ્ય બે ગ્રુપ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી હતી અને અલગ અલગ નામો જોરશોરથી ચર્ચામાં હતા. તેવામાં પક્ષ દ્વારા આશ્ચર્યજનક રીતે આ બંને ગ્રુપની બહારના ત્રીજા જ નામની જાહેરાત કરવામાં આવી છે અને ઉત્તમ સુરાણીને મેયર પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે.ભાજપે યુવા અને નવા ચહેરાઓને આપ્યું સ્થાનમોરબી મહાનગરપાલિકાના આ બંને મહત્વના પદો પર ભાજપ દ્વારા યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મેયર તરીકે ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની પસંદગી કરીને પક્ષે મોરબીના વિકાસની કમાન યુવા નેતૃત્વને સોંપી છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiMayor #UttamSurani #ChiragRanpara #GujaratPolitics #BJP #MorbiNews #MorbiBreaking