22 જેટલા ફળઉછેર રોપાઓનું વાવેતર કરાયું : 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ઉદ્યોગપતિઓ અને શ્રમિકોએ સાથે મળીને વૃક્ષો વાવ્યામોરબી: વધતા જતા વૈશ્વિક તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યા સામે લડવા માટે પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની ગઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનથી પ્રેરિત થઈને મોરબીની સાનવી સ્ટેપ ટાઇલ્સ કંપનીમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફેક્ટરી પરિસરમાં 22 જેટલા જુદા-જુદા ફળફળાદીના રોપાઓનું ઉત્સાહભેર વાવેતર કરવામાં આવ્યું હતું.યુવા ઉદ્યોગપતિ અને પર્યાવરણપ્રેમી હિતેશ અધારા અવારનવાર પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે સક્રિય રહે છે. તેઓ પોતે તો પ્રકૃતિ પ્રત્યે જાગૃત છે જ, સાથે જ પોતાના પુત્રને પણ પર્યાવરણના જતન માટે પ્રેરણા આપતા રહે છે. તાજેતરમાં જ તેમના પુત્રએ ગ્લોબલ વોર્મિંગના વિષય પર એક સુંદર ચિત્ર દોરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.સાનવી સ્ટેપ ટાઇલ્સમાં યોજાયેલા આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં કંપનીના એમ.ડી. હિતેશ પટેલ તેમજ તેમના ભાગીદારો સંજયભાઈ મારવણીયા અને હિતેશ અધારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોએ પણ ભારે ઉત્સાહ સાથે વૃક્ષારોપણની આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને વાવેલા છોડના ઉછેરની જવાબદારી સ્વીકારી હતી.#Morbi #Environment #TreePlanting #EkPedMaaKeNaam #GlobalWarming #MorbiUpdate