ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે પણ યોજાશે ચૂંટણીમોરબી : મોરબી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટેની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગના 2જા માળે હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા અને ત્યારબાદ ચૂંટણી યોજવાની કાર્યવાહી કરવામાં આવશે.પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવશે અને મેન્ડેટ પ્રમાણે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, 12 સભ્યો, દંડક અને શાસક પક્ષના નેતા નક્કી કરવામાં આવશે. ભાજપ દ્વારા ગઈકાલે જ તમામ 52 સભ્યોને બોલાવીને પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા મેન્ડેટ મુજબ જ મત આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.મેયર પદ માટે ગણેશ ડાભી અને ભૂપત જારિયાના નામો ચર્ચામાંઆજે બપોરે 12 વાગ્યાની આસપાસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને 12 વાગ્યે મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તે સ્પષ્ટ થઈ જશે. હાલમાં મેયર પદ માટે ગણેશ ડાભી અને ભૂપત જારિયા આ બે નામો ચર્ચામાં છે. જોકે, પક્ષ દ્વારા આ બેમાંથી કોઈ એકની અથવા તો ત્રીજા જ કોઈ ઉમેદવારની પસંદગી કરવામાં આવી શકે છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અલગથી થશે નિમણૂકઆજની પ્રક્રિયામાં મુખ્યત્વે 3 ચૂંટણીઓ થશે જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને 12 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ચૂંટાશે. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો ચૂંટાઈ ગયા બાદ, તેમની એક અલગથી બેઠક મળશે જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MayorElection #GujaratPolitics #MorbiNews #BJP