નવા શિશુમંદિર ખાતે યોજાનાર આ કાર્યશાળામાં ભાણદેવ વક્તા તરીકે માર્ગદર્શન આપશે, રજીસ્ટ્રેશન શરૂમોરબી : રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે. રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યવહારિક અધ્યયન થાય તથા આ વિષયોનું અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી મોરબીમાં અધ્યયન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે. અધ્યયન મંડળ - મોરબી દ્વારા આગામી તારીખ 28/05/2026 ને ગુરુવારના રોજ 55મી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા શનાળા ખાતે મારુતિ શોરૂમની બાજુમાં આવેલ નવા શિશુમંદિર ખાતે રાત્રે 9:00 થી 10:15 વાગ્યા સુધી યોજાશે. આ 55મી કાર્યશાળાનો મુખ્ય વિષય 'ભારતીય મનોવિજ્ઞાન' રાખવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાણદેવ ઉપસ્થિત રહીને વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ તરીકે નિવૃત્ત પ્રોફેસર જે. સી. ભોરણીયા ઉપસ્થિત રહેશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ પ્રણવનાદ, પરિચય અને આવશ્યક સૂચના, વિષયોનું પ્રતિપાદન, ચર્ચા અને ત્યારબાદ સમાપન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ સંવાદ-બેઠકમાં રસ ધરાવતા લોકોએ માનસિક પૂર્વ તૈયારી સાથે કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. કાર્યશાળામાં ભાગ લેવા ઈચ્છુક નાગરિકોએ આપેલ લિંક (forms.gle/vRH1K5SwmCZKgZQw8](forms.gle/vRH1K5SwmCZKgZQw8)) પર પોતાની માહિતી ભરીને પોતાનું સ્થાન વહેલી તકે નિશ્ચિત કરવાનું રહેશે.#Morbi #AdhyayanMandal #Workshop #IndianPsychology #MorbiEvents #MorbiUpdate #GujaratNews