15 વર્ષથી ઉપરના લોકો માટે આજે રાત્રે વરિયા બોર્ડિંગ ખાતે કાર્યક્રમ યોજાશેમોરબી : સારથી ફાઉન્ડેશન મોરબી દ્વારા આજે તારીખ 26/5/2026 ને મંગળવારના રોજ રાત્રે 9.15 થી 10.30 કલાક દરમિયાન વિપશ્યના પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ વરિયા પ્રજાપતિ વિદ્યાયોતેજક મંડળ (વરિયા બોર્ડિંગ), સો ઓરડી, સામા કાંઠે, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે યોજાશે. આ કાર્યક્રમ ખાસ કરીને એવા લોકો માટે રાખવામાં આવ્યો છે જેમણે અગાઉ વિપશ્યના શિબિર ન કરી હોય. 15 વર્ષથી ઉપરના તમામ ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમનો લાભ લઈ શકશે.આ પરિચય કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ નંબર 9898129342, 7874787524 અથવા 9913149731 પર સંપર્ક કરવાનો રહેશે. કાર્યક્રમ તેના નિર્ધારિત સમયે શરૂ થઈ જશે, જેથી આયોજકો દ્વારા ઉપસ્થિત રહેનાર તમામને 10 મિનિટ વહેલા કાર્યક્રમ સ્થળે પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું છે.#Morbi #Vipassana #SarathiFoundation #MorbiUpdate #Meditation #MorbiEvents