મેન્ટેનન્સ કામગીરીને પગલે સવારે 07:00 થી બપોરે 14:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તારીખ 27/05/2026ને બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે વેજીટેબલ ફીડર હેઠળ આવતા રહેણાંક વિસ્તારોમાં સવારે 07:00 કલાકથી બપોરે 14:00 કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ભિમસર, આદિત્ય પાર્ક, આદર્શ સોસાયટી, શિવપાર્ક, લાભ નગર 1-2, ઉમા ટાઉનશિપ, ભાગ્ય લક્ષ્મી સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવ્યું છે. #Morbi #MorbiUpdate #PowerCut #PGVCL #MorbiNews #ElectricityUpdate #GujaratNews