સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશેમોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તારીખ 27/05/2026, બુધવારના રોજ પીપળી જેજીવાય ફીડર હેઠળના વિવિધ વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.મેન્ટેનન્સ કામગીરીના કારણે સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી અને હરિગુણ રેસીડેન્સી સહિતના વિસ્તારો તેમજ આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજપુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #PGVCL #ElectricityUpdate #MorbiCity #GujaratNews