માત્ર 25 વર્ષની વયે મળી સમગ્ર શહેરની જવાબદારી : ઉત્તમ પાસે B.Sc. in Chemistry ની ડિગ્રી, તેને કલાસ વન ઓફિસર બનવા UPSCની તૈયારી પણ કરીમોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે ઉત્તમ મહેશભાઈ સુરાણીની નિયુક્તિ કરવામાં આવી છે. માત્ર 25 વર્ષની નાની ઉંમરે તેમને શહેરના વિકાસ અને જનસેવાની આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ક્ષણ માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ મોરબીના ઇતિહાસમાં એક નવો અને ગૌરવપૂર્ણ અધ્યાય છે.ઉત્તમ સુરાણીની મેયર તરીકેની આ પસંદગીથી મોરબી અને ગુજરાતના નામે ત્રણ મોટી સિદ્ધિઓ નોંધાઈ છે: જેમાં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર બનવાનું બહુમાન, ગુજરાતના સૌથી યુવા મેયર બનવાનું ગૌરવ અને ભારત દેશના સૌથી યુવા મેયરોની યાદીમાં સ્થાન મેળવનારી વિભૂતિનો સમાવેશ થાય છે. ઉત્તમ મહેશભાઈ સુરાણીનો જન્મ 27-07-2000 ના રોજ થયો હતો. બાળપણથી જ મહેનતુ, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત એવા ઉત્તમ સુરાણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જોધાપર પટેલ બોર્ડિંગ સાથે જોડાયા હતા અને B.Sc. in Chemistry ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમની અંદર રાષ્ટ્રસેવા અને જનકલ્યાણ માટેની લાગણી વધુ દ્રઢ બની હતી. ત્યારબાદ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય બન્યા હતા. તેમણે બ્લડ ડોનેશન કેમ્પ, PM વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, વિદ્યાર્થી સહાય તેમજ સંગઠનને મજબૂત કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપ્યું છે. નાની ઉંમરે તેમની આ રાષ્ટ્રભાવના અને જનસેવા અન્ય યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.તેમની અદભૂત કાર્યશૈલી, નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રત્યેની સમર્પિત ભાવનાને ધ્યાને રાખીને તેમને મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ છે. 'રાષ્ટ્ર પ્રથમ, સેવા પ્રથમ' ના જીવનસૂત્રને વરેલા ઉત્તમ સુરાણી દ્રઢપણે માને છે કે, 'જનસેવા એ જ સાચું રાષ્ટ્રનિર્માણ છે' અને 'લોકોના વિશ્વાસથી જ નેતૃત્વ મજબૂત બને છે.'પોતાની મહેનત, સંસ્કાર અને સેવાભાવ દ્વારા જાહેર જીવનમાં આગવી ઓળખ ઉભી કરનાર ઉત્તમ સુરાણી આજે તમામ યુવાનો માટે એક સાચા પ્રેરણારૂપ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #YoungestMayor #Gujarat #UttamSurani #PublicService #MorbiNews