27 મેના રોજ કાલીકા પ્લોટ સ્થિત સતવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે કેમ્પ યોજાશે: સતવારા સમાજના ભાઈઓ-બહેનોને રક્તદાન કરવા અપીલમોરબી: રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન એટલે કોઈના જીવનબાગને ખીલવતી વર્ષાઋતુ સમાન છે, ત્યારે મોરબીમાં ધરમશીભાઈ દેવજીભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક વિશેષ રક્તદાન અને બ્લડ ગ્રુપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી સતવારા નવગામ જ્ઞાતિ ટ્રસ્ટ, મોરબી સતવારા મંડળ તથા સંસ્કાર બ્લડ બેંક-મોરબીના સંયુક્ત સહયોગથી આ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન તથા બ્લડ ગ્રુપિંગ કેમ્પ આગામી તારીખ 27-05-2026 ને બુધવારના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી સતવારા નવગામ જ્ઞાતિની વાડી, પરસોતમ ચોક પાસે, કાલીકા પ્લોટ, મોરબી ખાતે યોજાશે.આ સમગ્ર આયોજન સુશીલાબેન ધરમશીભાઈ પરમાર તથા તેમના પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા સતવારા સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને મોટી સંખ્યામાં સાથે મળીને આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9825308541 પર સંપર્ક કરી શકાશે.#Morbi #BloodDonationCamp #BloodGrouping #SatvaraSamaj #MorbiUpdate #SocialWork #GujaratNews