આગામી 27 મે થી શરૂ થનાર રામકથામાં યુવા કથાકાર ગોપાલબાપુ ગોંડલીયા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેહળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ (રામકથા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથા આગામી તારીખ 27-05-2026 થી 04-06-2026 સુધી યોજાશે.કથાના પ્રારંભ પૂર્વે 27-05-2026 ના રોજ સવારે 8:00 કલાકે કડીયાણા ગામના નવા ગેટેથી રામજી મંદિર સુધી ભવ્ય પોથીયાત્રા નીકળશે. જેના યજમાન તરીકે થોભણભાઈ ઝાલાભાઈ રાતડીયા (માં ખોડલ હોટલ - કડીયાણા) લાભ લેશે.આ રામકથા કડીયાણા મામાના ગઢમાં યોજાશે. કથાનો સમય દરરોજ બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. કથામાં યુવા કથાકાર ગોપાલબાપુ ગોંડલીયા (કુંભણવાળા) પોતાની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત ભક્તજનોને રામકથાનું રસપાન કરાવશે.રામકથા દરમિયાન વિશેષ રાત્રિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 29-05-2026 ને શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે દાંડીયા રાસ અને તારીખ 01-06-2026 ને સોમવારના રોજ રાત્રે 9:00 કલાકે વ્યાસ (કુંભારીયા) નો ભવ્ય કાર્યક્રમ યોજાશે.જે ભક્તજનો કથામાં રૂબરૂ હાજર રહી શકે તેમ નથી તેઓ 'Gopalbapu Gondaliya Official' યુટ્યુબ ચેનલ પરથી સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળી શકશે. કડીયાણા ગામ સમસ્ત દ્વારા આ ધાર્મિક પ્રસંગે પધારી કથામૃતનો લાભ લેવા અને જીવનને ધન્ય બનાવવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Halvad #Kadiyana #RamKatha #GopalbapuGondaliya #ReligiousEvent #MorbiUpdate #GujaratNews