વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ જીવાબેન ટીડાભાઈ સાવડીયાની વાડીમાં ગઈકાલે બપોરના સમયે અંદાજે 60થી 65 વર્ષની ઉંમરના અજાણ્યા વૃધ્ધને અચાનક પરસેવો વળ્યાં બાદ બેભાન થઈ ઢળી પડતા હદયરોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વૃદ્ધના વાલી વારસો અંગે શોધખોળ શરૂ કરી છે.