27 મેના રોજ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડાવાનું હોવાથી ખેડૂતોને સમયસર વાવણી કરવા કીટ આપવા માંગમોરબી: મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી. થોરીયા દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારીને મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તેલીબિયાં પાક બિયારણ કીટ તાત્કાલિક ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ મગફળી જેવા તેલીબિયાં પાક માટે ઓનલાઈન અરજીઓ કરેલી છે. મચ્છુ-2 ડેમના કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં 27/05/2026ના રોજ કેનાલમાંથી પાણી છોડવામાં આવનાર છે. આ ઉપરાંત નદી કાંઠાના ગામડાઓ જ્યાં નદી પરથી સિંચાઈ થાય છે, ત્યાં પણ ખેડૂતોને હાલ બિયારણની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે.તેથી ખેડૂતો સમયસર પોતાની વાવણી કરી શકે તે માટે આગામી 2 દિવસમાં જ આ બિયારણ કીટ પૂરી પાડવામાં આવે તેવી માંગ માનસર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. આ પત્રની નકલ જિલ્લા વિકાસ અધિકારીને પણ રવાના કરવામાં આવી છે.#Morbi #Mansar #Farmers #Agriculture #SeedKit #Machhu2 #MorbiNews #WaterRelease