ગોલા બજારનો કચરો અહીં બેફામ ફેંકાતો હોવાની બૂમ: કચરો ફેંકનારા સામે કડક દંડનીય કાર્યવાહી કરવા લોકોની માંગમોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ પુલ પાસે મચ્છુ નદીની દીવાલ નજીક કચરા અને ઉગી નીકળેલા ઘાસમાં આગ લાગી છે. આ આગ ધીમે ધીમે આગળ પ્રસરી રહી હતી. આગ લાગવાની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમે તુરંત ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો છે.મળતી માહિતી મુજબ, અહીં અગાઉ પણ આગ લાગવાના બનાવો બન્યા છે. નજીકમાં આવેલ ગોલા બજારનો કચરો અહીં ગમે ત્યાં ફેંકવામાં આવતો હોય છે. અગાઉ એક વખત મહાપાલિકા દ્વારા આ દીવાલ સાફ કરવામાં આવી હતી, પરંતુ દીવાલ ફરી કચરાથી ભરાઈ ગઈ છે. આ કચરા અને ઘાસમાં કોઈ તણખલો પડવાથી આગ લાગી છે. સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા આ દીવાલને યોગ્ય રીતે સાફ કરવામાં આવે અને જે લોકો અહીં કચરો નાખે છે તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.#Morbi #MorbiUpdate #MachchhuRiver #FireIncident #MorbiNews #CleanMorbi