પ્રમુખ તરીકે 25 વર્ષીય શીતલબેન અને ઉપપ્રમુખ તરીકે 21 વર્ષીય કુલદીપસિંહની નિમણૂકહળવદ : હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વના હોદ્દાઓ માટે આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોમાં ખાસ કરીને યુવા અને ઉચ્ચ શિક્ષિત ઉમેદવારોને પ્રાધાન્ય આપીને સ્થાનિક રાજકારણમાં યુવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નવી નિમણૂકો અનુસાર, ઘનશ્યામપુર બેઠક પરથી વિજેતા થયેલા 25 વર્ષીય શીતલબેન અનિલભાઈ કણઝરિયાની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે માથક બેઠક પરથી વિજેતા થયેલા માત્ર 21 વર્ષીય કુલદીપસિંહ રાજભા ટાંકને ઉપપ્રમુખનો મહત્વનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે સુનિતાબેન રણજીતભાઈ સુરેલા, દંડક તરીકે રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા અને કારોબારી ચેરમેન તરીકે યોગેશભાઈ દલસુખભાઈ ભોરણીયાની નિમણૂક કરવામાં આવી છે.આ વરણીમાં વિશેષ વાત એ છે કે તાલુકા પંચાયતની કમાન અત્યંત યુવા અને શિક્ષિત ઉમેદવારોના હાથમાં સોંપવામાં આવી છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા 25 વર્ષીય શીતલબેન અને 21 વર્ષીય કુલદીપસિંહને મહત્વના હોદ્દાઓ આપીને યુવાઓને નેતૃત્વ પૂરું પાડવાની દિશામાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.#Halvad #HalvadTalukaPanchayat #MorbiUpdate #YouthLeadership #HalvadNews #MorbiNews