મોરબી જિલ્લામાં આરટીઇના પ્રથમ રાઉન્ડમાં 1497 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો32 વાલીઓએ અસહમતી દર્શાવી, 50 વાલીઓ પ્રવેશ માટે શાળાએ જ ન ગયામોરબી : મોરબી જિલ્લામાં શૈક્ષણિક સત્ર વર્ષ 2026 - 27 માટે ધોરણ 1મા નિઃશુલ્ક પ્રવેશ માટે કુલ 1705 જગ્યાઓ સામે બમણાથી વધુ અરજીઓ મળ્યા બાદ કુલ 4087 અરજીઓ મંજુર કરવામાં આવી હતી.જેમાં પ્રથમ રાઉન્ડમાં 1579 બાળકોને નિઃશુલ્ક પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.પરંતુ 82 વાલીઓ પ્રવેશ માટે અસહમતી દર્શાવવાની સાથે શાળામાં ન જતા હાલમાં કુલ 1497 બાળકોને આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે.સરકારના રાઈટ ટુ એજ્યુકેશન કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ માટે ચાલુ શૈક્ષણિક વર્ષમાં 1705 જગ્યાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા અરજીઓની ચકાસણી બાદ કુલ 4087 અરજીઓ મંજુર કરી પ્રથમ રાઉન્ડમાં 1579 બાળકોને ધોરણ 1મા પ્રવેશ ફાળવણી કરી હતી.જો કે, પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 32 વાલીઓએ પ્રવેશ સામે અસહમતી દર્શાવવાની સાથે 50 વાલીઓ પ્રવેશ પ્રક્રિયામાં હજી સુધી શાળાએ ગયા ન હોવાથી હાલમાં 1497 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લા શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1579 પ્રવેશ ફાળવણી સામે 1497 એ પ્રવેશ લઈ લીધો છે. હવે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જેમાં 208 ખાલી જગ્યા માટે 2508 અરજદારોમાંથી બાળકોને પ્રવેશ માટે ફાળવણી કરવામાં આવશે જે બાદ બાકી રહેતા અરજદારો શાળાની પસંદગી કરી શકશે.મહત્વનું છે કે, રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ પ્રવેશ બાદ ધોરણ 8 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે.આજથી બીજો રાઉન્ડ શરૂરાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો. 1 માં પ્રવેશ મેળવવા માટે આજ તા. 25 થી તા. 27 સુધી બીજો રાઉન્ડ શરુ થયો છે. જેમાં પ્રવેશથી વંચિત રહેલા અરજદારો ફરીથી શાળાની પસંદગઈ કરી શકશે. અને 27 તારીખ બાદ તંત્ર દ્વારા જિલ્લામાં રહેલ બાકી સીટો માટે પ્રવેશ ફાળવણી કરવામાં આવશે