મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના શોભેશ્વર રોડ મફતિયાપરા નજીક શંકાસ્પદ હિલચાલ કરી રહેલા આરોપી રાજેશ પોપટભાઇ વડેચા ઉ.30 રહે.મફતિયાપરા, શોભેશ્વર રોડ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વીંટેજ જામુન વોડકાની 180 મીલી માપની 10 બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 800નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રાજેશ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.