વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખીજડિયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આરોપી નિલેશ રવજીભાઈ સોલંકીની વાડીમાં દરોડો પાડી વાડીની ઓરડીમાંથી 2500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 62,500 તેમજ 70 લીટર દેશી દારૂ કિંમત રૂ.14 હજાર મળી કુલ રૂપિયા 76,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડા દરમિયાન આરોપી નિલેશ હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી વાંકાનેર તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.