ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રીનોવેશન અને લાઈન શીફટીંગની કામગીરીને પગલે તંત્રનો નિર્ણયમોરબી : મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD હેડવર્કસના રીનોવેશનની કામગીરી તેમજ લાઈન શીફટીંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે આગામી તારીખ 24/05/2026 અને તારીખ 25/05/2026 એમ કુલ 2 દિવસ સુધી મોરબીના અનેક વિસ્તારોમાં પાણીનું વિતરણ બંધ રાખવામાં આવશે.આ કામગીરીને પગલે સુરજ બાગ, દરબાર ગઢ, રણછોડ નગર, દાણાપીઠ, સામા કાંઠે, કેસર બાગ અને પંચાસર રોડ વગેરે હેડવર્કસથી વિતરણ થતા તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. આથી સંબંધિત વિસ્તારોના તમામ નાગરિકોને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ કરી રાખવા મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાના ડેપ્યુટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #WaterCut #MorbiMunicipality #WaterWorks #PublicNotice #MorbiUpdate