મેન્ટેનન્સ કામગીરીને પગલે બેલા ખેતીવાડી, વિવાન્તા અને અમૃત ફીડર હેઠળ આવતા પીપળી ગામ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે 24 મે ને રવિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે. જેથી સંબંધિત વિસ્તારોના વીજ ગ્રાહકોને નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગના નાયબ ઇજનેર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તારીખ 24/05/2026 ના રોજ મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી ઘુંટુ એસ.એસ.માંથી નીકળતા બેલા ખેતીવાડી ફીડરમાં સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી અને વિવાન્તા ફીડરમાં સવારે 7:00 થી 11:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે પીપળી ગામ તથા તેની આસપાસના વિસ્તારોમાં પાવર કાપ રહેશે.આ ઉપરાંત, ભરતનગર એસ.એસ.માંથી નીકળતા અમૃત ફીડરમાં પણ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.ઉપરોક્ત તમામ ફીડરો હેઠળ આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી.) અને ખેતીવાડી વીજ જોડાણોમાં નિયત સમય મુજબ વીજ પુરવઠો બંધ રહેશે. વધુમાં જણાવાયું છે કે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.#Morbi #PGVCL #PowerCut #Ghuntu #MorbiUpdate #MorbiNews #GujaratNews