પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાનો આદેશ: પ્લોટ ધારકોએ પોતાના ખર્ચે લેવલિંગ કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડશેમોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન શહેરમાં રોગચાળો ન ફેલાય અને જનસ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે મોરબી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ અને ડ્રેનેજ શાખાના ડેપ્યુટી ઈજનેર દ્વારા ખાનગી પ્લોટના માલિકોને કડક સૂચના આપવામાં આવી છે.મહાપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષે જોવા મળે છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી (પ્રાઈવેટ) ખુલ્લા પ્લોટોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે છે. આ પ્લોટોમાં લાંબો સમય પાણી ભરાઈ રહેવાના કારણે ત્યાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા જીવલેણ રોગો ફેલાવવાનો ભય રહે છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા પ્લોટ ધારકો માટે નીચે મુજબના આદેશ અને અપીલ કરવામાં આવ્યા છે: • પ્લોટના માલિકોએ પોતાની માલિકીના ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે પોતાની જાતે (સ્વેચ્છાએ) અને પોતાના ખર્ચે યોગ્ય લેવલિંગ (પુરાણ) કરાવી લેવાનું રહેશે અથવા ચોમાસા પહેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. • ખાનગી પ્લોટમાં એકત્રિત થતા પાણીના નિકાલની સંપૂર્ણ જવાબદારી જે તે પ્લોટ ધારકની પોતાની રહેશે. • જો કોઈ પણ ખાનગી પ્લોટમાં પાણી ભરાવાના કારણે મચ્છરોની ઉત્પત્તિ અથવા ગંદકી માલૂમ પડશે, તો સંબંધિત પ્લોટ ધારક સામે દંડાત્મક અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.તંત્ર દ્વારા તમામ પ્લોટ ધારકોને ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ આ અંગેની જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરી લેવા તાકીદ કરવામાં આવી છે.#Morbi #PreMonsoon #MorbiMunicipality #PublicNotice #HealthAndSanitation #MorbiUpdate