વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક હોટલ ખાતે બેઠેલા આધેડ અને તેના સગીર પૌત્ર પર ત્રણ શખ્સોએ પોતાની ભત્રીજીએ કરેલા મૈત્રી કરારનો ખાર રાખી લોખંડના પાઇપ વડે હુમલો કરતા આધેડના પુત્રવધુએ પોતાના જ કાકા અને તેમના બે દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના લાલપર ગામના વતની અને હાલમાં પાજ ગામે રહેતા અજીજાબેન ફારૂકભાઈ સંધી ઉ.36એ આરોપી એવા કાકા સલીમભાઈ બ્લોચ, તેમનો પુત્ર આસિફ સલીમભાઈ બ્લોચ અને અબરાર સલીમભાઈ બ્લોચ રહે.લાલપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે ચારેક મહિના અગાઉ મામાના દીકરા નાસિર મુરાદખાન પઠાણ સાથે મૈત્રી કરાર કર્યા હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ગત તા.21ના રોજ નસીરખાનના પિતા મુરાદખાન અને નાસિરનો સગીર પુત્ર લાલપર ગામે ફરિયાદીની બહેનની હોટલ ખાતે બેઠા હતા ત્યારે ત્યાં આવી અચાનક પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.