વેલનાથ ચોકથી રચના સોસાયટી સુધીના રોડ પર ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા હર્ષદભાઈ પ્રજાપતિની કમિશનર સંગીતાબેન રૈયાણીને લેખિત અપીલમોરબી: મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવાની માંગ સાથે ભારતીય જનતા પાર્ટી મોરબી શહેરના કોષાધ્યક્ષ હર્ષદભાઈ કે. પ્રજાપતિ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતાબેન રૈયાણીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.22 મે 2026ના રોજ કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, સરકાર અને તંત્ર દ્વારા પર્યાવરણના હિત માટે અનેક યોજનાઓ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે. આ અંતર્ગત મોરબી સામાકાંઠા વિસ્તારના વોર્ડ નં. 5માં આવેલા વેલનાથ ચોકથી લઈને રચના સોસાયટી સુધીના રોડની બંને સાઈડ પર ઘણી બધી ખાલી જગ્યાઓ આવેલી છે.આ ખાલી જગ્યાઓ પર જો વૃક્ષોનું વાવેતર અને તેનો યોગ્ય ઉછેર કરવામાં આવે, તો સ્થાનિક સ્તરે પર્યાવરણને મોટો ફાયદો મળી શકે તેમ છે અને વાતાવરણ પણ શુદ્ધ બની શકે તેમ છે. આ બાબતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પર બંને બાજુએ સત્વરે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી નમ્ર અપીલ કરવામાં આવી છે.#Morbi #TreePlantation #MorbiMunicipality #Environment #MorbiUpdate