જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી ભોજનશાળામાં સાંજે 7 વાગ્યાથી જ્ઞાતિજનોનો સ્નેહમિલન મેળાવડો જામશેમોરબી: મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા આગામી રવિવારે એકતા અને ભ્રાતૃભાવના વધારવા માટે પંચાઉ સમૂહ જ્ઞાતિભોજનના ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર અધિકમાસ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં મોરબી તેમજ બહારગામ વસતા તમામ જ્ઞાતિજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે.આ સમૂહ જ્ઞાતિભોજન આગામી રવિવારે સાંજે 7 વાગ્યાથી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા, બેન્ક ઓફ બરોડા સામે, જૂના બસ સ્ટેન્ડ નજીક, મોરબી ખાતે યોજાશે. આ પ્રસંગે મોરબીના સોની મહાજન સમાજનો વિરાટ મેળાવડો જામશે, જેમાં જ્ઞાતિના તમામ પરિવારો એકસાથે મળીને સ્નેહભોજનનો આનંદ માણશે. આયોજકો દ્વારા મોરબી અને મૂળ મોરબીના પણ હાલ બહાર રહેતા તમામ જ્ઞાતિજનોને આ જ્ઞાતિગંગાનો પ્રસાદ લેવા પધારવા ખાસ અનુરોધ કરાયો છે.#Morbi #MorbiNews #SoniMahajan #SamuhBhojan #SocialEvent #MorbiUpdates