પત્નીની હત્યા કરી ઝેરી દવા પી લેનાર પતિ વિરુદ્ધ વાડી માલિકે ફરિયાદ નોંધાવીટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં ગઈકાલે ગુરુવારે સવારના સમયે મધ્યપ્રદેશના વતની ખેતમજુરે પોતાની પત્નીની ઇટના ઘા મારી હત્યા કરી નાખી બાદમાં પોતે પણ ઝેરી દવા પી લેવાના બનાવમાં પત્નીના અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે વાડી માલિક દ્વારા આરોપી ખેતમજૂર પતિ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં અનિલભાઈ જસમતભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની આરોપી લક્ષ્મણ રેવસિંગ કતીજાએ પોતાની પત્ની રૂકમાબેનને અન્ય સાથે આડા સંબંધો હોવાની શંકાએ ગુરુવારે સવારના સમયે માથાના ભાગે ઇટના ઘા મારી હત્યા કરી નાખી હતી.બાદમાં આરોપી લક્ષ્મણે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.હત્યાના બનાવ અંગે વાડી માલિક અનિલ જસમતભાઈ પટેલે આરોપી લક્ષ્મણ રેવસિંગ કતીજા રહે.ધાર મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.