મોરબી : મોરબી જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ જમીની હકીકત તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. જિલ્લાના આમરણ ગામે છેલ્લા 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ ન હોવાને કારણે સ્થાનિકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.આમરણ ગામના પેટ્રોલ પંપ પર આજે ટ્રેક્ટરો અને બાઇકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઠેર-ઠેરથી ઈંધણ ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે તંત્રના દાવાઓ વચ્ચે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. #Morbi #Amran #FuelShortage #PetrolDieselScarcity #PublicIssue #MorbiUpdates