32 વર્ષીય યુવા આઈએએસ અધિકારી મૂળ બિહારના વતની, આંગણવાડીમાં નોંધણી વધારવા અને શિશુ-માતૃ મૃત્યુદર ઘટાડવા પર ભાર મૂક્યોમોરબી : મોરબી જિલ્લા પંચાયતના નવનિયુક્ત ડીડીઓ (જિલ્લા વિકાસ અધિકારી) વિદ્યાસાગરે તા.15 ના રોજ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. 2022 ની બેચના આઈએએસ અધિકારી વિદ્યાસાગર મૂળ બિહારના વતની છે અને તેઓ માત્ર 32 વર્ષની યુવા વયના છે. મોરબીમાં ડીડીઓ તરીકે નિમણૂક પામતા પહેલા તેમણે ધંધુકામાં પ્રાંત અધિકારી તરીકે પોતાની ફરજ બજાવી છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારો લાવવાની પ્રાથમિકતાચાર્જ સંભાળ્યા બાદ મોરબી જિલ્લા માટે પોતાની પ્રાથમિકતાઓ વિશે વાત કરતા ડીડીઓ વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યના સ્તરને વધુ સંગીન બનાવવા પર તેમનો ખાસ ભાર રહેશે. પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે આંગણવાડીઓમાં બાળકોની નોંધણી વધારવા અને શાળા અધવચ્ચેથી છોડી દેનાર બાળકોની સંખ્યા (ડ્રોપઆઉટ રેટ) ઘટાડવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.આ ઉપરાંત, જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પણ વિશેષ ભાર મુકતા તેઓએ જણાવ્યું હતું કે, શિશુ મૃત્યુદર અને માતૃ મૃત્યુદર ઘટાડવા પર પણ તંત્ર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. યુવા ડીડીઓ દ્વારા શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવતા આગામી સમયમાં જિલ્લાના વિકાસ કાર્યોને નવી ગતિ મળે તેવી શક્યતા છે.#Morbi #MorbiUpdate #NewDDO #VidyasagarIAS #MorbiDistrictPanchayat #MorbiNews #GujaratNews #GujaratAdministration