રવાપર અને શનાળા રોડ પર રેસ્ટોરન્ટ તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડરને ત્યાં સઘન તપાસ: વાસી ખોરાક અને પ્રતિબંધિત ન્યૂઝપેપરનો સ્થળ પર જ નાશ કરાયોમોરબી : મોરબી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરમાં તાજેતરમાં વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહિત કુલ 50 એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.15 વેપારીઓને ફટકારાઈ નોટિસઆ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી દાખવનાર 15 જેટલા ખાદ્યપદાર્થના વેપારીઓને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. રવાપર રોડ પર કેપિટલ માર્કેટમાં આવેલ કેફે ચોકો ક્રેઝમાંથી કેકનો નાશ કરાયો હતો. ધ ઘૂઘરા હાઉસમાંથી વાસી પદાર્થો તેમજ એક બેકરીમાંથી એક્સપાયરી ડેટ દર્શાવ્યા વગરના ખાદ્ય પદાર્થો અને ફૂડ કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.શનાળા રોડ પર આવેલ સ્પાઈસી હેટ (Spicy Hat) અને શુભ રેસ્ટોરન્ટમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવી અને વાસી શાકભાજી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.ખાદ્યપદાર્થો આપવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં, માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો તેમજ રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો જેટલા છાપેલા ન્યૂઝપેપરનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાની આ કામગીરીથી ભેળસેળ કરતા અને વાસી ખોરાક વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.#Morbi #MorbiUpdate #FoodSafety #MorbiMahanagarpalika #FoodInspection #PublicHealth #GujaratNews #MorbiNews