જાની શેરી, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં સઘન કામગીરી: મચ્છરજન્ય રોગોથી બચવા નાગરિકોને તકેદારી રાખવા આરોગ્ય અધિકારીની અપીલમોરબી : મોરબી શહેરમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ન વકરે તે માટે મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘેર-ઘેર જઈને ચેકિંગ, એબેટ કામગીરી અને મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.વિવિધ વિસ્તારોમાં ઘર મુલાકાત અને ચેકિંગઆરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની જાની શેરી, નાગનાથ શેરી, પ્રજાપત સોસાયટી અને દેરાસર શેરીમાં ઘર મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન લોકોના ઘરમાં રહેલા પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી અને આવા પાત્રોમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે સ્થળ પર જ એબેટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી.તળાવ, નદી અને ગટરોમાં દવાનો છંટકાવરહેણાક વિસ્તારો ઉપરાંત જાહેર સ્થળોએ પણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા તંત્ર દ્વારા પગલાં લેવાયા છે. વીસીપરા વોકળા, રવાપર તળાવ અને મચ્છુ નદી વિસ્તારમાં મચ્છર ન થાય તે માટે વ્યાપક પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોચી શેરી, પખાલી શેરી તથા વેરાઈ શેરીની ગટરોમાં પણ મચ્છરનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.રોગચાળો અટકાવવા નાગરિકોને અપીલમોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવાયું છે કે, ઘર વપરાશના પાણીના પાત્રોને હંમેશા હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખો. પક્ષીકુંડ, ફુલદાની વગેરેને દર અઠવાડિયે ઘસીને સાફ કરી સૂકવવા. મકાનની છત પર વરસાદી પાણી ભરાઈ શકે તેવા બિનજરૂરી ટાયર, ખાલી ડબ્બા કે ભંગારનો તાત્કાલિક નિકાલ કરવો. સાંજના સમયે ઘરમાં મચ્છર ન પ્રવેશે તે માટે બારી-બારણાં બંધ રાખવા. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. મચ્છર કરડે નહીં તે માટે બહાર નીકળતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. ઘરની આજુબાજુ ભરાયેલું બંધિયાર પાણી નિકાલ કરી વહેતું કરી દેવું.જો કોઈપણ વ્યક્તિને તાવના લક્ષણો જણાય તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #HealthDepartment #MalariaControl #MosquitoPrevention #PublicHealth #MorbiNews #GujaratNews