પ્રમુખ પદ માટે માત્ર ગીતાબેન દુબરીયાનું ફોર્મ રજૂ: આવતીકાલે બપોરે 12 વાગ્યે પ્રથમ સામાન્ય સભામાં ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાશેમોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાયું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાતા ચૂંટણી યોજવી પડશે. આવતીકાલે બપોરે 12 વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રથમ સામાન્ય સભા મળશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તેનું સત્તાવાર ચિત્ર સ્પષ્ટ થશે.પ્રમુખ પદે ગીતાબેન દુબરીયા નિશ્ચિતમોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની સીટ એસટી (ST) માટે અનામત છે. આ પદ માટે નેકનામ સીટ પરથી ચૂંટાયેલા ગીતાબેન રમેશભાઈ દુબરીયા દ્વારા જ એકમાત્ર ફોર્મ ભરવામાં આવ્યું છે. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવાનું નિશ્ચિત બની ગયું છે. આવતીકાલની સભામાં આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાશેબીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી ચંદ્રપુર બેઠકના ઇસ્માઇલ ફતેભાઈ સેરશિયાએ ફોર્મ ભર્યું છે, જ્યારે ભાજપમાંથી ખાનપર બેઠકના વિપુલભાઈ કરશનભાઈ ગરચર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.ભાજપના 17 અને કોંગ્રેસના 7 સભ્યો કરશે મતદાનઆવતીકાલે બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતના કુલ સભ્યોમાંથી ભાજપના 17 અને કોંગ્રેસના 7 સભ્યો મતદાન કરશે. સંખ્યાબળ જોતા ઉપપ્રમુખ પદ માટે કોનું પલડું ભારે રહેશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, છતાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાશે અને ત્યારબાદ સત્તાવાર પરિણામ જાહેર થશે.#Morbi #MorbiUpdate #JillaPanchayat #MorbiNews #GujaratPolitics #LocalElections #BJP #Congress #GujaratNews