ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં રજીસ્ટ્રેશન માટે RSS કાર્યાલય ખાતે વિનામૂલ્યે ફોર્મ ભરી અપાશેમોરબી : મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મોરબી ABVP દ્વારા આજે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે એડમિશન હેલ્પ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.વિનામૂલ્યે ભરી આપવામાં આવશે ફોર્મમોરબીમાં નવા બસ સ્ટેન્ડની પાછળ, GIDC પાસે, ચિત્રકૂટ ચોક ખાતે આવેલ RSS કાર્યાલય પર આ એડમિશન હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ABVP મોરબી નગર અધ્યક્ષ જસવંતભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી GCAS ની પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી આ હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે અને અહીં આવનાર તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવશે. જેનાથી મોરબી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને રજીસ્ટ્રેશન માટે પડતી મુશ્કેલીઓ દૂર થશે.વિદ્યાર્થી હિતમાં સંગઠનના પ્રયાસોઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્ર હિત માટે સતત કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયાના આ મહત્વપૂર્ણ સમયે મોરબીમાં શરૂ કરાયેલું આ હેલ્પ સેન્ટર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.#ABVPMorbi #MorbiUpdate #GCAS #AdmissionHelpCenter #EducationNews #MorbiNews #GujaratEducation #StudentHelp #Morbi