જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે નાગરિકોને પેનિક બાઇંગ ન કરવા અનુરોધ કર્યોમોરબી: મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો પર વિવિધ અફવાઓ ફેલાઈ રહી છે. આ અફવાઓને પગલે લોકોમાં ખોટો ગભરાટ ન ફેલાય તે માટે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે એક જાહેર અપીલ જારી કરી છે. તેમણે દાવો કર્યો છે કે જિલ્લામાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી.હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી: જિલ્લા પુરવઠા અધિકારીમોરબી જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી.અફવાઓથી દૂર રહી, વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા અપીલવધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ હેડ્સને પણ પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે અને જરૂર પડે તો જથ્થો વધારવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે તેઓ આવી અફવાઓથી દૂર રહે, વહીવટી તંત્રને સાથ-સહકાર આપે અને કોઈ પણ પ્રકારના ગભરાટ વગર માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણની ખરીદી કરે. અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ કરવાનું ટાળવું જોઈએ.ખાસ કરીને ખેડૂત મિત્રોને પણ અપીલ કરવામાં આવી છે કે મોરબી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલના સ્ટોકની કોઈ અછત ન હોવાથી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવો અને ઇંધણનો બિનજરૂરી સંગ્રહ ન કરવો.#Morbi #PetrolDiesel #FuelSupply #MorbiAdministration #NoFuelShortage #MorbiNews