રાજલક્ષ્મી મિનરલ્સ ગ્રુપ દ્વારા 90 કન્ટેનર મારફતે રાજસ્થાનના ખેમલીથી મોરબીના રફાળેશ્વર સુધી માલ મોકલાયો: ડિઝલની બચત માટે અનોખી પહેલમોરબી : દેશમાં ડિઝલ અને પેટ્રોલનો મર્યાદિત ઉપયોગ કરવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ઉદયપુરના ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, ખેમલી ડીપો સેન્ટરથી ફેલ્સપાર પાવડર ભરેલી પ્રથમ ડેડિકેટેડ કન્ટેનર ટ્રેન મોરબીના રફાળેશ્વર પહોંચી છે. 20 મેના રોજ રવાના થયેલી ટ્રેન આજે 22 મેના રોજ સવારે મોરબી પહોંચી છે. ફેલ્સપાર પાઉડર (માઈનિંગ ઈન્ડસ્ટ્રી)માં પ્રથમ વખત આ રીતે ટ્રેન મારફતે જથ્થો મોકલવામાં આવ્યો છે. જેનાથી ડિઝલની બચત થશે.90 કન્ટેનરમાં 2900 મેટ્રિક ટન માલની હેરફેરરાજ લક્ષ્મી મિનરલ્સ ગ્રુપના ભેરુલાલ તેલીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોનકોર (CONCOR) અને રાજલક્ષ્મી મિનરલ્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 20 મે 2026 ના રોજ આ ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 20 ફૂટના 90 કન્ટેનર મારફતે અંદાજિત 2900 મેટ્રિક ટન જેટલો ફેલ્સપાર પાવડર મોરબી મોકલવામાં આવ્યો છે. આ પહેલ માત્ર સ્થાનિક ઉદ્યોગને નવી દિશા નથી આપી રહી, પરંતુ પરિવહનના એક નવા અને કિફાયતી અધ્યાયની શરૂઆત પણ કરી રહી છે.સડક માર્ગ કરતા સસ્તું અને પર્યાવરણને અનુકૂળરાજલક્ષ્મી મિનરલ્સ ગ્રુપના પ્રતિનિધિ ભેરુલાલે રેલવે પરિવહનના ફાયદાઓ જણાવતા કહ્યું હતું કે, અગાઉ માલ સડક માર્ગે મોકલવામાં આવતો હતો, જેમાં મોટા પાયે પરિવહનમાં પડકારો આવતા હતા. હવે રેલ સેવાના માધ્યમથી એક જ વખતમાં 2900 મેટ્રિક ટન સામગ્રી સ્પર્ધાત્મક અને સસ્તા દરે મોકલવી શક્ય બની છે. રેલવે મારફતે થતું આ પરિવહન ડીઝલની મોટી બચત કરનારું અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે.લોજિસ્ટિક્સ ક્ષેત્રે મહત્વનું કદમઆ પ્રસંગે કોનકોર રાજસ્થાનના પ્રમુખ વિજયસિંહે જણાવ્યું હતું કે, મેવાડને નેશનલ લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય છે. કોલકાતા, ગુવાહાટી અને કાનપુર બાદ હવે મોરબી માટે આ સેવા શરૂ કરવી એ દિશામાં એક મોટું પગલું છે. કોનકોરના ટર્મિનલ મેનેજર મહેન્દ્ર ડાગરની ઉપસ્થિતિમાં આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી, જ્યાં રેલવે, કોનકોર અને રાજલક્ષ્મી મિનરલ્સ ગ્રુપના અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ટ્રેન આજે 22 મેના રોજ સવારે મોરબી ખાતે પહોંચી ચુકી છે.#Morbi #MorbiUpdate #CeramicIndustry #FeldsparPowder #Logistics #IndianRailways #CONCOR #RajlaxmiMinerals #MorbiNews #GujaratNews