પિતરાઈ ભાઈએ કરેલા પ્રેમલગ્નમાં કારણ વગર યુવકને કારમાં દિઘલિયા અને કાશીપર લઈ જઈ માર મારી પતાવી દેવાની ધમકી અપાઈવાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા ખેડૂત યુવાનના પિતરાઈ ભાઈએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીને આ યુવકે ક્યાંક સંતાડી હોવાની શંકાએ યુવતીના પરિવારજનોએ કારમાં યુવકનું અપહરણ કરી દિઘલિયા તેમજ કાશીપર ખાતે લઈ જઈ ઢોર માર મારી પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી મુક્ત કરી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવક રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા ઉ.32એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી (૧) કેશાભાઇ મનજીભાઇ લુંભાણી (ર) વિપુલભાઇ કરશનભાઇ લુંભાણી (૩) ગોપાલભાઇ કેશાભાઇ લુંભાણી (૪) વિપુલની પત્નિ (પ) હંસાબેન કેશાભાઇ લુંભાણી (૬) વાલજીભાઇ માવજીભાઇ લુંભાણી અને આરોપી (૭) કરશનભાઇ લુંભાણી તમામ રહે.કાશીપર તા.વાંકાનેર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીના કાકાનો દીકરો ભાવેશ આરોપી કેશા મનજી લુંભાણીની દીકરી કાજલને ભગાડી ગયો હોય જેથી કાજલને ફરિયાદીએ ક્યાંક સંતાડી હોવાની શંકા રાખી ગત તા.20ના રોજ તેઓ મામલતદાર કચેરી વાંકાનેર ખાતે ગયા ત્યારે કારમાં બળજબરીથી અપહરણ કરી દિઘલિયા ગામ લઈ જઈ બેફામ માર માર્યો હતો.બાદમાં આરોપીઓએ ફરિયાદી રૂપાભાઈને કાશીપર લાવી ત્યાં પણ બેફામ માર મારી બનાવ અંગે ફરિયાદ કરશે તો પતાવી દેવાની ધમકી આપી ઘર પાસે મૂકી ગયા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.