સંસ્કાર બ્લડ બેંક ખાતે સાંજે 4 થી 8 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજનમોરબી : મોરબીના નાગરિકો અવારનવાર સેવાકીય કાર્યો કરીને સમાજ ઉપયોગી બનતા હોય છે. ત્યારે મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ રક્તદાન કેમ્પ તા. 23/05/2026 ને શનિવારે સાંજે 4:00 થી 8:00 વાગ્યા દરમિયાન સંસ્કાર ઇમેજિંગ હોલ, સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે યોજાશે. રક્તદાન એ જ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા માટે કુંડારિયા પરિવાર, ભાટિયા પરિવાર અને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા દ્વારા તમામ સગા-સંબંધીઓ અને મિત્રોને મોટી સંખ્યામાં રક્તદાન કરી આ પુણ્યકાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #BloodDonationCamp #SocialService #MorbiNews #BloodDonation