પાડોશમાં રહેતા પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં અગાઉ થયેલી બોલાચાલી મુદ્દે બે પાડોશીઓ બાખડી પડતા સામસામી ફરિયાદ નોંધાઇ છે જેમાં એક પક્ષે રાજકોટથી વાંકાનેર રહેવા આવ્યા તે પાડોશીઓને ગમ્યું ન હોવાનું તો બીજા પક્ષે અગાઉ બોલાચાલી મુદ્દે ઝઘડો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા ગીતાબેન મનીષભાઈ બોસિયાએ આરોપી ભરતભાઇ મગનભાઈ બોસિયા, રાધાબેન ભરતભાઇ બોસિયા, નિલેશભાઇ મગનભાઈ બોસિયા, મીનાબેન નિલેશભાઇ બોસિયા તેમજ જબૂબેન મગનભાઈ બોસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, અગાઉ ફરિયાદીના દિયર હિતેશને આરોપીઓ સાથે બોલાચાલી થઈ હોવાથી આરોપીઓએ એકસંપ કરી હુમલો કરી પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.સામાપક્ષે ભરતભાઇ મગનભાઈ બોસિયાએ આરોપી મનીષ મુળજીભાઈ બોસિયા, હિતેશ મુળજીભાઈ બોસિયા, ગીતાબેન મનીષભાઈ બોસિયા, ક્રિષ્નાબેન મનીશભાઇ બોસિયા અને પુરીબેન મુળજીભાઈ બોસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીનો પરિવાર રાજકોટથી વાંકાનેર રહેવા આવ્યો હોય જે આરોપીઓને ગમતું ન હોય આરોપીઓએ એકસંપ કરી લાકડાના ધોકા, પાઇપ વડે હુમલો કરી સાહેદ રાધાબેનને ફ્રેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.