રોડ પર 1 કિલોમીટર સુધી પાણી ભરાયામોરબી : મોરબીમાં એક તરફ લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીના કારણે હજારો લિટર પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. મોરબીના લીલાપર રોડ પર આવેલ આવાસ યોજના પાસે પાણીના વાલ્વમાંથી મુખ્ય માર્ગ પર પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.સ્થાનિક જાગૃત નાગરિક ફેઝાનભાઈએ જણાવ્યું હતું કે, લીલાપર રોડ પર આવાસ યોજના પછીના વિસ્તારમાં છેલ્લા 3 થી 4 કલાકથી પાણીના વાલ્વમાંથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે. ફુવારાની જેમ પાણી ઉડીને સીધું રસ્તા પર વહી રહ્યું છે. જેના કારણે આસપાસના 1 કિલોમીટર સુધીના રોડ પર પાણી ફરી વળ્યા છે. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા 3 થી 4 કલાકથી સતત પાણીનો આટલો મોટો બગાડ થઈ રહ્યો હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પાણીનો આ રીતે ખુલ્લેઆમ વેડફાટ થતો જોઈને સ્થાનિક લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. #Morbi #MorbiUpdate #WaterWastage #LilaparRoad #MorbiNews #GujaratNews #WaterLeakage #CivicIssue