મોરબી SOG એ અગાઉ 2,84,600 ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો હતો, જેમાં મુખ્ય સપ્લાયર તરીકે રાજસ્થાનના શખ્સનું નામ ખુલ્યું હતુંમોરબી : ટંકારા પોલીસ સ્ટેશનની ટીમે NDPS (નાર્કોટિક્સ) ના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 4 થી 5 મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 13/01/2026 ના રોજ મોરબી જિલ્લા SOG શાખા દ્વારા ટંકારાની હરિઓમ સોસાયટીમાંથી આરોપી હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા (ઉ.વ. 23) ના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ, રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 2,84,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં (ટંકારા પોસ્ટે બી પાર્ટ ગુ.ર.નં-0036/2026, કલમ 08(C), 21(C), 29) સહ આરોપી તરીકે રાજસ્થાનના સાંચોરના બરકતભાઈ ઉર્ફે ઇરફાનનું નામ ખુલવા પામ્યું હતું. આ આરોપી સાંચોરમાં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં જઈ છેલ્લા 5 મહિનાથી ફરાર આરોપી બરકતભાઈ ઉર્ફે ઇરફાન હાજીખાન જેરડીયા (ઉ.વ. 33, રહે. જેરડીયા વાસ, સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન) ને ઝડપી પાડી જરૂરી પૂછપરછ કરી અટક કરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલા તથા ASI જીતેન્દ્રભાઈ ભાલોડીયા, સુરેશભાઈ સોસા, ભાવેશભાઈ વરમોરા, HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC ભગીરથસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, કૌશિકભાઈ પેઢડીયા, રવિરાજસિંહ જાડેજા, દશરથસિંહ જેઠવા અને મેહુલભાઈ જાદવ જોડાયા હતા.#MorbiUpdate #TankaraPolice #NDPS #GujaratPolice #CrimeNewsMorbi #MorbiNews #RajasthanToMorbi