રાજકોટ રહેતા રીક્ષાચાલકે પાંચ વિરુદ્ધ ફરીયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર નજીક હસનપર શક્તિપરાના રસ્તા પર બે દિવસ પૂર્વે રીક્ષા ચાલક યુવાને અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી પાંચ શખ્સોએ રીક્ષાને કારથી ટક્કર મારી ધારીયા, પાઇપ લઈ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેરના શક્તિપરામાં રહેતા અને હાલમાં ગંજીવાડા રાજકોટ ખાતે રહેતા રીક્ષા ચાલક ઇકબાલ ઉર્ફે અલ્તાફ અબ્દુલભાઇ મૂંડે ઉ.32 નામના યુવકે આરોપી રાજુભાઇ હિતેશભાઈ રબારી, ગોપાલભાઈ રામજીભાઈ રબારી, શૈલેષભાઇ રામજીભાઈ રબારી અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ તેઓ પોતાની રીક્ષા લઈને જતા હતા ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખી આરોપીઓ કાર લઈને ધસી આવ્યા હતા અને રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.બાદમાં આરોપીઓએ ધારીયા તેમજ પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.