નાવી અને ક્રેડિટ બી કંપનીના નામે દોઢ લાખથી વધુની લોન કરાવી ઓળવી ગયો, ફરિયાદ નોંધાઈમોરબી : રાજકોટમાં અનેક લોકોને ઇન્સ્ટન્ટ લોનના નામે શીશામાં ઉતારનાર ભેજાબાજ ગઠિયાએ મોરબીમાં પણ કળા કરી બે વેપારીઓને ઇન્સ્ટન્ટ લોનના નામે નાવી અને ક્રેડિટ બી કંપનીમાંથી દોઢ લાખની લોન મેળવી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા છેતરપિંડી મામલે મોરબીના વેપારીએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં અનેક લોકોને ઇન્સ્ટન્ટ લોનના નામે આરોપી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા મોરબીમાં પણ આવી જ રીતે આરોપીએ ઠગાઇ કરી હોય ફરિયાદી સંજયભાઈ સગુણભાઈ કાગડા રહે.કંસારા શેરી, ગ્રીનચોક વાળાએ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. જે અરજીના આધારે પોલીસે આરોપી મહાવીરસિંહ સોલંકી વિરુદ્ધ ગુંન્હો દાખલ કર્યો છે.સંજયભાઈ કાગડાએ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, ગત તા.25 ફેબ્રુઆરીએ આરોપી તેમની દુકાને આવ્યો હતો અને પોતે બેન્કમાંથી આવતો હોવાની ઓળખ આપી લોન કરાવી આપવાનું કહી મોબાઈલ નંબર, આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્ક ડિટેઇલ મેળવી લઈ 62 હજાર રૂપિયાની ઇન્સ્ટન્ટ લોન કરાવી આપી ભવિષ્યમાં લોન માટે કામ હોય તો પોતાનો નંબર આપી 62 હજારની લોન ક્લોઝ કરાવી નાખી હોવાનું કહ્યું હતું.જો કે, બાદમાં ફરિયાદી સંજયભાઈને જાણ થઈ હતી કે, આરોપીએ ઇન્સ્ટન્ટ લોન કરાવી રૂપિયા પોતાના એકાઉન્ટમાં મેળવી લીધા હતા અને રૂ.11000નો લોનનો હપ્તો પણ તેમના ખાતામાંથી કપાયો હતો.સંજયભાઈની જેમ જ મોરબીમાં રહેતા સાહેદ આશનદાસ જિયોભાઈ રબારી સાથે પણ આરોપી મહાવીરસિંહ સોલંકીએ રૂ.40 હજાર અને 26,500ની બે અલગ અલગ લોન કરાવી લઈ પૈસા ઓળવી જતા સીટી એ ડિવિઝન પોલીસે ઠગ મહાવીરસિંહ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.