કુમારી નક્ષત્રાના પહેલા જન્મદિન નિમિત્તે પધારેલા સ્નેહીજનોને 450 થી વધુ પવિત્ર ધાર્મિક પુસ્તકો ભેટ સ્વરૂપે અપાયામોરબી: આજના આધુધુનિક યુગમાં જ્યાં લોકો જન્મદિવસની ઉજવણી પાછળ ભારે આડંબર અને બિનજરૂરી ખર્ચ કરતા હોય છે, ત્યારે શહેરના જાણીતા અગ્રણી પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ તેમની વ્હાલસોયી સુપુત્રી 'નક્ષત્રા' ના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી કરીને મહેમાનોને પુસ્તકોની લહાણી કરી જ્ઞાનનો પ્રસાર કર્યો છે.સનાતન ધર્મના અમૂલ્ય ગ્રંથોની કરાઈ લહાણીકુમારી નક્ષત્રાના પહેલા જન્મદિન નિમિત્તે આયોજિત મંગલમય પ્રસંગમાં પધારેલા તમામ સ્નેહીજનો અને મહેમાનોને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી 450 થી વધુ પવિત્ર ધાર્મિક પુસ્તકો ભેટ (પ્રસાદી) સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે દીકરીના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિની કામના સાથે આવેલા અતિથિઓને ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠ ગ્રંથો જેવા કે શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ અને અધિક માસની વાર્તાઓ જેવા પવિત્ર પુસ્તકો આદરપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રિતેશભાઈ બોપલિયા અને તેમના પરિવારના આ નવતર અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને લોકો પોતાના ભવ્ય વારસા તથા ધાર્મિક મૂલ્યોથી માહિતગાર થાય તેવો રહ્યો છે.પુસ્તકથી મોટું કોઈ જ્ઞાન નથી: પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાઆ અનોખી પહેલ અંગે પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, દીકરી તો ઘરની લક્ષ્મી અને સંસ્કારોનો પાયો છે. તેના પ્રથમ જન્મદિવસે સ્નેહીજનોને જ્ઞાનનો આવો અમૂલ્ય પ્રસાદ આપીને અમે ધન્યતા અનુભવીએ છીએ. પુસ્તકથી મોટું કોઈ જ્ઞાન નથી અને ધર્મથી મોટો કોઈ આશરો નથી. સમાજભરમાં વ્યાપક પ્રશંસાજન્મદિવસના આ પવિત્ર અને જ્ઞાનસભર આયોજનને નિહાળીને પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળે બોપલિયા પરિવારની આ ઉમદા વિચારધારાને બિરદાવી હતી. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પણ લોકો આ અનોખી પહેલને બિરદાવી રહ્યા છે. દીકરી નક્ષત્રાના પ્રથમ જન્મદિવસે અપાયેલી આ 'પુસ્તક ભેટ' આગામી સમયમાં અન્ય પરિવારો માટે પણ સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે દીવાદાંડી સમાન સાબિત થશે.#Morbi #MorbiNews #BookDonation #Inspirational #BirthdayCelebration #SanatanDharma #MorbiUpdates