રવાપર રોડ પર વેલકમ પ્રાઈડ પાસેના ગ્રાઉન્ડમાં 18 થી 24 મે સુધી કથાનું આયોજન: મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધોમોરબી: મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડ પાસે આવેલ ગ્રાઉન્ડમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે.આ કથાનો પ્રારંભ ગત 18 મેથી કરવામાં આવ્યો હતો અને આગામી 24 મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કથા યથાવત રહેશે. કથા દરમિયાન ભજન, સંકીર્તન, વિવિધ ધાર્મિક પ્રસંગો અને વિશેષ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.આજે કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મ પ્રસંગે વિશેષ શણગાર, આરતી અને ભજન-કીર્તન યોજાતા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, શિવધુન મંડળ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો સાથે જોડાયેલ છે અને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતો છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ભાગવત સપ્તાહમાં પધારી કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #BhagavatSaptah #ShivdhunMandal #KrishnaJanmotsav #MorbiUpdate #ReligiousEvent #MorbiNews #GujaratNews