હળવદ : હળવદ શહેરમાં ત્રણ રસ્તા નજીક આવેલ જોગણી માતાજીના મંદિર પાસે રહેતા ઉમાબેન સુરેશભાઈ વિરમગામીયા ઉ.35 નામના મહિલાએ અગાઉ આરોપી અરજણ ઉર્ફે અજજુ જીવરાજભાઈ દેવીપૂજક, ગગજી જીવરાજભાઈ દેવીપૂજક અને જીતેશ ઉર્ફે ભુરો જીવરાજભાઈ દેવીપૂજક વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવી હોય ફરિયાદી તેમજ સાહેદને ફરિયાદમાં સમાધાન કરવાનું કહી ગાળો આપી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ધારીયા વડે ઘરવખરીમાં નુકશાન પહોચાડવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.