મોરબી : મોરબી તાલુકાના ધુળકોટ ગામે આવેલા વાનરવીર આશ્રમ મુકામે કૃષ્ણાનંદ ગૌશાળાના ગાયોના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમ તારીખ 23-5-2026, શનિવારના રોજ રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે. જેમાં ભજન અને સાહિત્યનો સંગમ રચાશે.સંતવાણીના મુખ્ય કલાકારો • ભજનીક વર્ષાબેન તલસાણીયા (વીછીયા) • ભજનીક ભોમિકા આહિર (મહુવા) • સાહિત્યકાર રામસી ચારણ (ગીર) • સાહિત્યકાર હરદેવ ગઢવી (રાજુલા)આ કાર્યક્રમના નિમંત્રક મહંત ધરમદાસ બાપુ (વાનરવીર આશ્રમ - કૃષ્ણાનંદ ગૌશાળા, ધુળકોટ, તા.જી. મોરબી) અને આયોજક દિનેશભાઈ જે.સી.બી. વાળા (96624 54240) દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા અને ભક્તજનોને આ ભવ્ય સંતવાણીનો લાભ લેવા અને ગૌસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #Santvani #MorbiUpdate #GauSeva #Dhulkot #DevotionalNight