લગ્નની લાલચ આપી અપહરણ કર્યું, ન્યૂડ ફોટા પાડી વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝનમાં ફરિયાદ : રાજકોટના શખ્સની ધરપકડમોરબી: મોરબીમાં રહેતી 21 વર્ષીય યુવતીનો સ્નેપચેટના માધ્યમથી સંપર્ક કરી, લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મોરબી એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે રાજકોટના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીમાં સગીરા અને તેના માતા ઉપર મકાન માલિક દ્વારા દુષ્કર્મ ગુજરવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. તેવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પંથકની રહેવાસી 21 વર્ષીય યુવતીનો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સોહિલખાન ફિરોજખાન પઠાણ નામના ઈસમ સાથે સ્નેપચેટ પર સંપર્ક થયો હતો. આરોપીએ યુવતીને પોતાની વાતોમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ ગત તા. 10 ના રોજ રાત્રીના સમયે મોરબી શહેરમાંથી યુવતીનું અપહરણ કરી તેને પોતાના ઘરે રાજકોટ લઈ ગયો હતો.રાજકોટ લઈ જઈને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા વાયરલ કરવાની અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સોહિલખાન ફિરોજખાન પઠાણ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ આ ગંભીર કેસની વધુ અને સઘન તપાસ DySP ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #GujaratNews #Crime #Snapchat #RapeCase #AtrocityAct