ગુમ થયાના 5 દિવસ બાદ મૃતદેહો મળ્યા, કોઈએ રૂમમાં પુરી દઈને ક્રૂરતા આચરી હોવાની શંકામોરબી : રફાળેશ્વર નજીક બે ભેંસો ગુમ થયાના 5 દિવસ બાદ એક અવાવરૂ બંધ ઓરડીમાં મૃત હાલતમાં મળી આવી હોવાની ઘટના સામે આવી છે. આ ભેંસોને કોઈએ આ બંધ ઓરડીમાં પુરીને ક્રૂરતા આચરી હોય તેવી હાલ શંકા સેવાઈ રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીકના રફાળેશ્વર ગામના પશુ પાલકોની બે ભેંસ ગત તારીખ 17/05/2026 ના રોજ બપોરના સમયે ચરવા ગઈ હતી અને નાલામાં પાણીમાં બેઠી હતી, જ્યાંથી તે ગુમ થઈ ગઈ હતી. પશુપાલકો દ્વારા 3 થી 4 દિવસ સુધી સતત શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ તારીખ 21/05/2026 ના રોજ ઔધોગિક વિસ્તારમાં એક કારખાનાની બાજુમાં આવેલી બંધ ઓરડીમાંથી બંને ભેંસ મૃત હાલતમાં મળી આવી છે. આ મૃતદેહોને બહાર કાઢવા માટે ઓરડી તોડીને JCB ની મદદ લેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Rafaleshwar #AnimalCruelty #GujaratNews #MorbiPolice #GIDC