સાયબર ગુનાઓ સામે જનજાગૃતિ લાવવા વિશેષ આયોજન : મલ્હાર ઠાકર, શૃહદ ગોસ્વામી અને અનિષ શાહ રહેશે ઉપસ્થિતમોરબી: આજના સમયમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ, ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર વિષયો પર નાગરિકોને જાગૃત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. SmaartCard અને ડિજિટલ મીડિયા પાર્ટનર મોરબી અપડેટના સંયુક્ત ઉપક્રમે આગામી 23 મે 2026 ને શનિવારના રોજ મોરબી ખાતે જાગૃતિ કાર્યક્રમ અને ઈન્ટરવ્યૂ યોજાશે.આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પર આધારિત નવી ગુજરાતી ફિલ્મ 'Dharpakad' ની ટીમ ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર, શૃહદ ગોસ્વામી અને ડિરેક્ટર અનીશ શાહ મોરબીના આંગણે આવી રહ્યા છે. આ પ્રસંગે સાયબર એક્સપર્ટ્સ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને લોકોને માર્ગદર્શન પૂરું પાડશે.કાર્યક્રમનો મુખ્ય હેતુ અને જાગૃતિના મુદ્દાઆજના ડિજિટલ યુગમાં લોકો સરળતાથી સાયબર ગુનેગારોનો ભોગ બની જતા હોય છે. આ કાર્યક્રમ દ્વારા લોકોને નીચે મુજબની બાબતો અંગે વિસ્તૃત માહિતી અને સુરક્ષાના ઉપાયો જણાવવામાં આવશે:• ડિજિટલ અરેસ્ટથી બચવાના ઉપાયો• ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ અંગે સાવચેતી• સાયબર ક્રાઈમથી સુરક્ષા• સલામત ડિજિટલ વ્યવહાર• જનજાગૃતિ અને સામાજિક જવાબદારીએક્ટર મલ્હાર ઠાકર અને શૃહદ ગોસ્વામી દ્વારા મોરબીના લોકોને આ જાગૃતિ લાવતી ફિલ્મ જોવા અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.કાર્યક્રમનું સ્થળ અને સમય• સ્થળ: સ્કાય મલ્ટીપ્લેક્સ, મોરબી• તારીખ: 23 મે 2026, શનિવાર• Meet & Greet (રૂબરૂ મુલાકાત): સાંજે 5:00 વાગ્યે• ફિલ્મ પ્રદર્શન: સાંજે 6:00 વાગ્યેવધુ માહિતી કે સંપર્ક માટે ટીમ SmaartCard નો (8238227770) પર સંપર્ક કરી શકાશે. મોરબીના પ્રબુદ્ધ નાગરિકો અને ડિજિટલ યુઝર્સે પોતાની સુરક્ષા માટે આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.#MorbiUpdate #CyberCrimeAwareness #DharpakadMovie #DigitalFraud #MalharThakar #MorbiNews #SmaartCard #DigitalArrestAwareness