વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન: સંતો-મહંતો અને ભુવાઓ ઉપસ્થિત રહેશેમોરબી: મોરબીમાં આગામી 21 અને 22 મે ના રોજ શ્રી ડેલાવાળા મામાદેવનો ભવ્ય 'મોજનો નવરંગ મંડપ ઉત્સવ' ધામધૂમથી ઉજવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિવિધ પાવન પ્રસંગો, મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ડેલાવાળા મામાદેવ ગ્રુપ-મોરબી દ્વારા આયોજિત આ ઉત્સવ જૂના મહાજન ચોક, સામાનંતિડીક વાળી શેરી, નવયુગ ગારમેન્ટ પાસે, મોરબી ખાતે યોજાશે.ધાર્મિક કાર્યક્રમોની વિગત• થંભલી રોપવાનું મુહૂર્ત: 21/05/2026, ગુરૂવાર સવારે શુભ ચોઘડીયે• ભુવાના સામૈયા: 21/05/2026, ગુરૂવાર સવારે શુભ ચોઘડીયે• મહાપ્રસાદ: 21/05/2026, ગુરૂવાર સાંજે 07:00 કલાકે• થંભલી વધાવવાનું મુહૂર્ત: 22/05/2026, શુક્રવાર સવારે શુભ ચોઘડીયે• સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિઆ મંગલમય અવસરે અનેક પૂજનીય સંતો અને મહંતો પધરામણી કરીને ભક્તોને આશીર્વચન પાઠવશે, જેમાં મુખ્યત્વે મહંત રામબાપુ (ધાવડી ગામ, જેતપુર), રેખા દે હીરા દે નાયક (ઉબતાપોરની મેલડી માતાજી), ગુરુ ઓગળનાથ બાપુ (અંજાર-કચ્છ), ભુવા બાબુભાઈ ખાંભલા-લીલાપર (વીરમ ચાવડાની મેલડી) અને ભુવા મગનભાઈ ટોયટા (ગામ-જીલરીયા) ઉપસ્થિત રહેશે. • ડાક કલાકારો ધૂમ મચાવશેઉત્સવ દરમિયાન રાત્રે ડાક અને ભજનની રમઝટ જામશે, જેમાં જાણીતા ડાક કલાકારો રાવળદેવ ઉમેશભાઈ મકવાણા (મોરબી) અને રાવળદેવ ભાવેશભાઈ ગુર્જર (જોરાવરનગર) પોતાની કલા રજૂ કરશે.આ ભક્તિમય મહોત્સવમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી જનતાને દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા શ્રી ડેલાવાળા મામાદેવ ગ્રુપ અને આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiNews #ReligiousFestival #MamadevMandapUtsav #MorbiEvents #Devotional